પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓ શિક્ષણ શાખા આઈ.ઈ.ડી. યુનિટ
આઈ.ઈ.ડી. યુનિટ

માસના પ્રત્યેક બુધવારે બ્લોક કક્ષાએ બીઆરસી ભવન ખાતે તમામ પ્રકારના વિકલાંગ બાળકો માટે રીસોર્સ રૂમ
રપ રીસોર્સ ટીચર્સ મારફતે હોમવીઝીટ તથા સાધનસહાય/સર્ટી અને વર્ગ શિક્ષણ કાર્ય
બહુ વિકલાંગ બાળકો માટે એસ્કોર્ટ, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ
વર્ગ શિક્ષક તથા વાલીઓને માર્ગદર્શન
સિવિલ વિભાગ
સિવિલ વિભાગ અંતર્ગત તમામ શાળામાં જરૂરીયાત મુજબના વર્ગખંડ/નવીન શાળાનું બાંધકામ કરવામાં આવે છે.
દરેક શાળામાં કુમાર અને કન્યાની શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે.
પાણીની સુવિધા માટે જરૂરી ટાંકીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે.
વરસાદના પાણીના સંગ્રહનો હેતુ જળાવાઈ રહે તે માટે રેઈન વોટર હાર્વેસ્ટીંગની સુવિધા પણ પુરી પાડવામાં આવે છેશાળાના મકાનને અભ્યાસિક પ્રવૃતિ સાથે સાંકળવાના હેતુથી BALA (Bulding as a Learning Aids) તરીકે વિકસાવવામાં આવે છે.
CAL (Computer Aided Learning)
બાળકોને શાળા માટે આકર્ષવા તથા ટકાવી રાખવા સારૂ CAL પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી. જેના ધ્વારા શાળાના બાળકો એમનુ શિક્ષણ કાર્ય કોમ્પ્યુટરના માધ્યમથી કરી શકે તે હેતુથી શાળા કક્ષાએ કોમ્પ્યુટર લેબની સુવિધા ઉપલબ્ધ બનાવેલ છે. જેમાં મલ્ટીમીડીયાના કન્ટેન્ટ ધ્વારા બાળકોને અભ્યાસ કરાવવામાં આવે છે. જેથી ભણતરની ગુણવતા વધારી શકાય.