પંચાયત વિભાગ

જોવાલાયક સ્‍થળો

મુખપૃષ્ઠજિલ્લા વિષે જોવા લાયક સ્‍થળો ઈડરીયો ગઢ : ઈડર

ઈડરીયો ગઢ : ઈડર

ઈડરની પુનઃ સ્થાપના પરિહાર રાજપુતોએ કરી હોવાનું કહેવાય છે. જેમણે પિતોડને આધિન રહીને કેટલીક પેઢીઓ સુધી રાજ કર્યુ ૧રમી સદીના અંતે ઈડરના રાજાઓ ભારતના મુસલીમ આકૂમણમાં ભાગ લીધો અને ઈ.સ.૧૯૯૩ મા મરાયા એ પછી ઈડર હાથીયોલ નામાના કોળીઓના હાથમા પડયું જેના પછી એનો પુત્ર સોમાલીયા ગાદી એ આવ્યો આ સોમાલીયાએ રાઠોડ કુવર સોમસંગજીને મારી નાંખ્યો આ વંશે કેટલીક પેઢીઓ સુધી રાજ કયું ઈડરના બેનમુન ગઢનો આજે પણ લોકો વાતવતમા ઉલ્લેખ કરે છે.

પુર્વ ઈડર સ્ટેટની આ રાજધાની હતી. ઈલ્વદુગ તરીકે ઓળખાતો હતો. અહીના પત્થરો રપ૦૦ વર્ષ પુરાણો હોવાનું લોકવાયકા છે. ફલોરાઈડના કારણે ગઢ ઉપરના પથ્થરો કાળમીઢ જેવા અને ગ્રેનાઈટ જેવા છે. ગઢ ઉપર આવેલુ ભોળનાથ મંદિર પ૦૦ વર્ષ પુરાણું હોવાનું મનાય છે.