પંચાયત વિભાગ

જોવાલાયક સ્‍થળો

મુખપૃષ્ઠજિલ્લા વિષે જોવા લાયક સ્‍થળો જૈન પોળો - સરણેશ્વર મહાદેવ મંદિર

જૈન પોળો - સરણેશ્વર મહાદેવ મંદિર

આભાપુરના પુરાતના મંદિરો જૈન અને હિન્દું સંસ્કુતિના અમનવય સમાન આ સ્થાપત્ય સોલંકી કાળના મનાય છે. આ સમારકો અંદાજે પ૦૦ થી ૧૦૦૦ વર્ષ પુરાણા છે. પ્રાચિન સમયમાં આભાપુરાના આ શિલ્પ સ્થાપત્યો પોળોના જંગલ તરીકે ઓળખાતા હતા. વિજયનગર તાલુકામાં હરણાવ નદીના કોતરથી શરૂ કરીને પોળોની પ્રસિઘ્ધ ડુંગરની ધારીમાં ૧૦.કી.મી સુધીમાં જંગલ વિસ્તાર પથરાયેલો છે. અહી પ્રાચિન સમયમા એક આખી નગરી સંતાયેલી હશે. તેમ મનાય છે. આ સ્થાપત્યમાં પત્થરોની સાથે ઈટોનો પણ ઉપયોગ થયેલો હોઈ કાળકૂમે વહેલા લુપ્ત થયા હશે. તેમપુરાતત્વ ખાતાનું માનવું છે. લખેણા જૈન મંદિરથી ઓળખાતા ત્રણ જૈન મંદિરો પ્રશ્રિમાભિમુખ છે. આ મંદિર હાલ ખંડીત હોવા છતાં ગર્ભગૃહ, અંતરાળ,ગૃપ મંડપ,સભામંડપ, પ્રવેશદાર,ત્રિકમંડળ, જેવા અંગોથી સુશોભીત છે. આભાપુરનું અનેરૂ આકર્ષણ શારણેશ્વર મંદિર પણ શોભામાં અભિવૃઘ્ધિ કરે છે. ગર્ભગૃહ, અંતરાલ, પ્રદક્ષિણા પથ, સભામંડપ અને શ્રુગાર ચોકી જેવા અંગો ધરાવતું આ સાદર પ્રકારનું મંદિર છે.