પંચાયત વિભાગ

જોવાલાયક સ્‍થળો

મુખપૃષ્ઠજિલ્લા વિષે જોવા લાયક સ્‍થળો મીની પાવાગઢ

મીની પાવાગઢ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વકતાપુર ગામે મીની પાવાગઢ મહાકાલી મંદિર આવેલ છે. આ સ્થળ હિંમતનગર તાલુકા મથક થી. ૮ કિ.મી અને હિંમતનગર - ઈડર રાજય ધોરીમાર્ગથી અંદાજીત ૩૦૦ મીટર દુર આવેલ છે. મહાકાલી મંદિરનું સ્થળ ૩૦૦ વર્ષ જુનું વકતાપુર ગામના વસવાટ વખતથી આવેલ છે. અંબાજી માઉન્ટ આબુ જતા યાત્રુળુઓ તેમજ હિંમતનગર શહેરતથા તાલુકાના મોટી સંખ્યામાં દર્શાનાથી આવે છે. આ સ્થળે દર રવિવારે તેમજ ધાર્મિક તહેવારો જેવાકે પુનમ,શ્રાવણ વદ આઠમ,મહાતેરસ, જન માષ્ટમી, શિવરાત્રી વિગ્રેરે તહેવારોએ યાત્રાળુઓ મોટી સંખ્યામાં આવે છે. આ સ્થળે જનમાષ્ટમી અને શિવરાત્રીના દિવસે મેળો ભરાય છે. મેળામા મોટી સંખ્યામાં દર્શાનીથીઓ આવે છે.