પંચાયત વિભાગ

સફળ કિસ્સાઓ

મુખપૃષ્ઠપંચાયત વિષે સફળ કીસ્સાઓ દ્વિતિય અંશ

દ્વિતિય અંશ

સને ર૦૦૬-ર૦૦૭ વર્ષના ભારે વરસાદ (અતિવૃષ્ટી)થી અત્રેના વિભાગ હસ્કતની ગાડી નાની સિંચાઈ યોજના,તા.વિજયનગર,વિજયનગર અનુ.તળાવો,તા.વિજયનગર તથા રાણી તળાવ,તા.ઈડરે ભયજનક સપાટીએ ઓવર ફલો થઈ રહયા હતા અને આ તળાવ તુટવાની સંભવના હતી ત્યારે શ્રી આર.સી.ગોસ્વામી (અ.મ.ઈ.) એ સમય ચુકતાથી નીચવાસના રહેવાસી / લોકોને સલામત સ્થળાંત્તર કરાવીને લગતા સ્થળે તાંત્રિક રીતે શ્રમજીવીઓ પાસે કામગીરી કરાવીને નાની સિંચાઈ તથા તળાવને તુટતા બચાવી લીધેલ છે. આ રીતે નુકશાની તથા જાનહાની અટકાવી હતી.

વધુમાં શ્રી ગોસ્વામી ઘ્વારા અગાઉના વર્ષે ડીપ પરના ચેકડેમની યોજનામાં હિંમતનગર શહેર પાસે હાથમતી નદિ પર ભોલેશ્વર મંદિર નજીક એક રમણીય ડીપ પરનો ચેકડેમ બનાવેલ છે જેમાં ઓછા ખર્ચે પાણીની વિપુલ સંગ્રહ થાય છે. રીપેર,રીનોવેશન,રીસ્ટોરેશન અન્વયે મોટા કોટડા નાની સિંચાઈ યોજના જે છેલ્લા દસ વર્ષથી ઓવર ફલો થયેલ ન હતી.તેમા ફીડર ચેનલ બનાવતા યોજનાના જળસ્ત્રાવમાં વધારો થતાં ગયા વર્ષે ઓવર ફલો થયેલ હતી.

ર૦૦૬ના વર્ષે ચોમાસામાં આમોદરા નાની સિંચાઈ યોજના તુટી ગયેલ હતી આ યોજના સરકારશ્રીમાં દરખાસ્ત કરતાં મંજુરી મળતાં તાત્કાલિક ડીઝાઈન પ્લાન અંદાજો બનાવી તેને ટેન્ડર સ્ટેજે ખુબજ ઝડપી કામગીરી કરતા સદર યોજનાનું કામ શરૂ થઈ શકેલ છે.

આમ શ્રી ગોસ્વામીએ ફરના ભાગ રૂપે એક ઉમદા અને સફળ કામગીરી બજાવેલ છે.