પંચાયત વિભાગ

સફળ કિસ્સાઓ

મુખપૃષ્ઠપંચાયત વિષે સફળ કીસ્સાઓ પ્રથમ અંશ

પ્રથમ અંશ

કેન્દ્ર સરકાર પુરસ્કૃત ભભ ભારત નિર્માણ ભભ પ્રોજેકટ અંતર્ગત નેશનલ પ્રોજેકટ ફોર રીપેર,રીનોવેશન એન્ડ રીસ્ટોરેશન ઓફ વોટર બોડીઝ ડાયરેકટલી લીન્ક ટુ એગ્રીકલ્ચરલ પ્રોજેકટ સને ર૦૦પ-ર૦૦૬માં જાહેર કરેલ જેમાં ગુજરાત રાજય સહિત ૬ રાજયોનો સમાવેશ થયેલ.

ગુજરાત રાજયમાં ર૭ જિલ્લા પૈકી ર જિલ્લા અનુકૂમે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લા નો ઉપરોકત યોજનામાં પ્રેઝન્ટેશન મુજબ સમાવેશ થયેલ.

ઉપરોકત પ્રોજેકટ ડીટેઈલ પ્રોજેકટ રીપોર્ટના પ્રેઝન્ટેશનમાં ટીમ્બા નાની સિંચાઈ યોજના,તા.તલોદ નુ પ્રેઝન્ટેશન સર્વોત્ત્મ રહેતા પાયલોટ પ્રોજેકટ તરીકે ટીંબા નાની સિંચાઈ યોજના અનુસાર અન્ય ડી.પી.આર. તથા નકશા અંદાજ બનાવવા સારૂ સાબરકાંઠા તથા બનાસકાંઠા બંન્ને જિલ્લાના તાંત્રિક કર્મચારીઓ ને તે પ્રમાણે માર્ગદર્શન આપીને સમયસર ડી.પી.આર. તથા નકશા અંદાજ બનાવીને ગાંધીનગર પંચાયત સિંચાઈ વર્તુળ,ગાંધીનગર સી.ડબલ્યુ.સી.ગાંધીનગર અને ભારત સરકારના મીનીસ્ટી્ર ઓફ વોટર રીસોર્સીસ, શાસ્ત્રીભવન, દિલ્હી ખાતે જરૂરી પ્રેઝન્ટેશન કરીને સાબરકાંઠા જિલ્લાની ૧૭ નાની સિંચાઈ યોજનાના રૂ.૬.પપ કરોડ તથા બનાસકાંઠા જિલ્લાની રપ નાની સિંચાઈ યોજનાના રૂ.૭.૬૬ કરોડની ડી.પી.આર.અને નકશા અંદાજને મંજુર કરાવી શ્રી એમ.એમ.ત્રિવેદી(અ.મ.ઈ)એ તેમની ફરજના ભાગ રૂપે ઉમદા કામગીરી બજાવીને કન્સ્લ્ટેશનની ફીની બચત કરેલ છે. ટીમ્બા નાની સિંચાઈ યોજનાના પાયલોટ પ્રોજેકટ રીપોર્ટના આધારે સાબરકાંઠા, બનાસકાંઠા તથા રાજય અન્ય જિલ્લાની યોજનાઓના પ્રોજેકટ રીપોર્ટ માટે શ્રી ત્રિવેદીએ માર્ગદર્શન આપી તે મુજબ પ્રોજેકટ રીપોર્ટ તૈયાર કરવા પ્રેરણા રૂપ કામગીરી કરેલ છે.

વધુમાં શ્રી ત્રિવેદીએ ટીમ્બા નાની સિંચાઈ યોજનાની સિંચાઈમાં પણ સારો એવો વધારો કરેલ છે. અને સિંચાઈની વસુલાત માટે પ્રસંશનિય કામગીરી કરેલ છે. આમ નિષ્ઠાપુર્વક ફરજના ભાગરૂપે સારીને ઉમદા કામગીરી નિભાવેલ છે.