પંચાયત વિભાગ

સફળ કિસ્સાઓ

મુખપૃષ્ઠપંચાયત વિષે સફળ કીસ્સાઓ તૃતિય અંશ

તૃતિય અંશ

શ્રી વી.એમ.શાહ (મ.ઈ.)સને ર૦૦પ-ર૦૦૬માં ગુજરાત સરકાર અને તિરૂપતિ ફાઉન્ડેશન, વિસનગર સૌજન્યથી હાથ ધરવામાં આવેલ ડીપ કમ ચેકડેમના પ્રોજેકટમાં અભૂતપુર્વ કામગીરી કરેલ છે. ડીપ કમ ચેકડેમનો સૌ પ્રથમ મોડેલ પ્લાન એસ્ટીમેન્ટ બનાવી સાબરકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાના કુલ ૧૬પ ડીપ કમ ચેકડેમના પ્લાન એસ્ટીમેન્ટ માત્ર બે થી ત્રણ દિવસમાં પુર્ણ કરેલ હતા. અને ઈડર તાલુકાના૧૬પ પૈકી ૪પ ચેકડેમોના કામો માત્ર ર થી ૩ મહિનાના ટૂંકા ગાળામાં પુર્ણ કરી ઓછા ખર્ચે વધુ પાણીનો સંગ્રહ કરેલ છે તે પછીના વર્ષે જિલ્લાના કુલ ર૯ ડીપ કમ ચેકડેમો માથી ૧૦ ચેકડેમોના કામો સમયસર હાથ ધરી સુદર કામગીરીનો નમૂનો પુરો પાડેલ છે. સને ર૦૦૭-ર૦૦૮ના વર્ષમાં ખેડબૂહમા તાલુકાની રીપેર, રીનોવેશન અને રીસ્ટોરેશન અંતર્ગત દીજીયો અને વાલરણ નાની સિંચાઈ યોજનાના કામો અંગત રસ લઈને ઉત્તમ ગુણવત્તા સહિત સમયસર ચોકસાઈપુર્વક હાથ ધરાવેલ છે. અને યોજનાઓને ફરીથી જીવંત બનાવેલ છે. મા.મુખ્યમંત્રીની વનબંધુ કલ્યાણ યોજના અંગર્તત તળાવો ઉડા કરવાના કામોની કામગીરીમાં જરૂરીયાત મંદ તળાવો હાથ ધરી સુદર જળ સંચયની કામગીરી કરેલ છે. તદ્રઉપરાંત ન્યુ ગુજરાત પેટર્ન હેઠળ અંતરીયાળ આદિવાસી વિસ્તારમાં યોગ્ય અને જરૂરી જળ સંચયના કામો શોધી શકય એટલા વધુ ચેકડેમોના કમો હાથ ધરી પોતાની ફરજ નિષ્ઠાપુર્વક બજાવેલ છે.