પંચાયત વિભાગ

જોવાલાયક સ્‍થળો

મુખપૃષ્ઠજિલ્લા વિષે જોવા લાયક સ્‍થળો રોડાના મંદિરો :રોડા હિંમતનગર

રોડાના મંદિરો :રોડા હિંમતનગર

રોડાના મંદિરો સાતમી સદીના હોવાનું મનાય છે. અહિ સાત મંદિરોનો સમુહ છે. આ મંદિરના સમુહમાં પક્ષી મંદિર આવેલું છે. જેમા મોર,પોપટ,તથા અન્ય પક્ષીઓ ની પ્રાકુતિક જણાય છે. પક્ષી મંદિરની અડોઅડ બીજું શિવજીનું મંદિર આવે લું છે. અહીથી થોડા અંતરે વિષણું મંદિર અને શિવ મંદિર આવેલા છે.આ મંદિરના આગળના ભાગે કુડ છે. કુડની ચારે ખુણે મંદિર આવેલા છે. કુંડની અંદરના આ મંદિરોમાં એક ખુણે વિષ્ણુંની મુર્તિ બને બીજા ખુણે માતાજીની મુર્તીઓ, સામે ખુણે મોટી ગણપતીની મુર્તી, સાથે આગળના ભાગમા લાડુચીમાતાની સાથે સાત માતાઓની મુર્તીઓ આવેલી છે. તેની સાથે નાની ગણપતીની મુર્તી પણ છે. અહીથી થોડે દુર જતા નવ ગ્રહ મંદિર છે. બાજુમા શિવ મંદિર છે. રોડા ગામ પહેલા ગધેશ્વર નગરી હોવાનું મનાય છે. આ વિસ્તારમાં ૧રપ જેટલા મંદિરો હતાં આ મંદિરના સ્થાપત્યની વિશેષ્તાએ છે. કે, ચણતરમાં ચુનો કે સાધા જોડવા માટે બીજી વસ્તું કે પદાર્થ નો ઉપયોગ કરવામાં આવ્યો નથી. માત્ર બાંધકામને અનુરૂપ પત્થરને ધડીને ગોઠવ્યા છે. ગોઠવતી વખતે ગુરૂત્વાકર્ષણ ના નિયમો ખ્યાલ રાખ્યો હોવાનું મનાય છે.