પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓ આંકડા શાખા શાખાની કામગીરી

શાખાની કામગીરી

જિલ્લા/તાલુકા કક્ષાએ વિવિધ સદરો હેઠળની વિવિધ પ્રકારની આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, સંકલન અને જાળવણી તેમજ જરૂરીયાત મુજબ પ્રકાશન સ્વરૂપે રજુઆતની કામગીરી.
  દર વર્ષે જિલ્લાની આંકડાકીય રૂપરેખા પ્રકાશિત કરવામાં આવે છે.
   દર વર્ષે જિલ્લાનો વાર્ષિક વહીવટી અહેવાલ પ્રકાશિત કરવામાં આવે છે.
    દર વર્ષે જિલ્લાની સામાજિક આર્થિક સમીક્ષાનું પ્રકાશન કરવામાં આવે છે.
     જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓના છુટક/જથ્થાબંધ ભાવો દરેક માસના પ્રથમ અને ત્રીજા શુક્રવારના રોજ મેળવવામાં આવે છે અને સરકારશ્રીને મોકલવામાં આવે છે.
      પ્રાદેશિક કક્ષાના બધા જ આંકડાઓનું રજીસ્ટર નિભાવવામાં આવે છે.
       ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા દ્વારા થયેલ મૂડી સર્જનની માહિતી એકત્રીત કરવામાં આવે છે. અને સરકારશ્રીને મોકલવામાં આવે છે.
        ગ્રામ, તાલુકા અને જિલ્લા દ્વારા થયેલ વપરાશી ખર્ચ અંગેની માહિતી એકત્રીત કરવામાં આવે છે અને સરકારશ્રીને મોકલવામાં આવે છે.
         ગ્રામ/તાલુકા/જિલ્લા કક્ષાએ પંચાયત સ્તર મહેકમ અંગેના ખર્ચની માહિતી એકત્રિત કરવામાં આવે છે અને સરકારશ્રીને મોકલવામાં આવે છે.
          ગ્રામ્ય સવલત મોજણીની વિગતો દર વર્ષે પહેલી એપ્રિલની સ્થિતિએ અધતન કરીને સરકારશ્રીને મોકલવામાં આવે છે.
           પશુધન ગણતરી, આર્થિક મોજણી વગેરે જેવી સર્વેની કામગીરી કરવામાં આવે છે.
            વસ્તી ગણતરીમાં જિલ્લા આંકડા અધિકારીશ્રી વધારાના જિલ્લા વસ્તી ગણતરી અધિકારી તરીકે બજાવે છે.
             નિયામકશ્રી, ખેતીવાડી વિભાગ તરફથી ઋુતુપાકમાં કાપણી અખતરા માટે સુપરવિઝનની કામગીરી કરવામાં આવે છે.
              વિકેન્દ્રીત જિલ્લા આયોજન હેઠળની વિવિધ જોગવાઇઓ જેવી કે ૫ ટકા અને ૧૫ ટકા વિવેકાધીન જોગવાઇ, ખાસ અંગભૂત અને સંસદસભ્યશ્રી તથા ધારાસભ્યશ્રીની ગ્રાન્ટના કામોનું તાલુકા/જિલ્લા કક્ષાનું આયોજન અને સમીક્ષા અંગેની કામગીરી.
               જિલ્લા પંચાયત ખાતે “ ઇ-ગવર્નનન્સ ” એટલે કે કોમ્પ્યુટરાઇઝેશન અંગેની કામગીરી.