પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓઆરોગ્‍ય શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ના નેતૃત્વ હેઠળ તાબાની બ્લોક હેલ્થ કચેરી થી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકારી દવાખાના અને મોબાઈલ હેલ્થ કેર યુનિટની વહીવટી કામગીરીનું સંચાલન કરવામાં આવે છે.

વિવિધ આરોગ્ય કાર્યક્રમોની સરકાર ઘ્વારા નકકી કરેલ લક્ષાંકો હાંસલ કરવામાં માટે જરૂરી આયોજન કરવામાં આવે છે. અને તેનું અમલીકરણ યોગ્ય રીતે થાય અને કામગીરી ગુણવતા જળવાય તે માટે જરૂરી મૂલ્યાંકન અને માર્ગદર્શન કરવામાં આવે છે. આ માટે તમામ સ્ટાફ મિટિંગમાં જરૂરી તાલીમ અને માર્ગદર્શન પાઠવવામાં આવે છે. તથા ફિલ્ડ મુલાકાત દરમ્યાન પણ આરોગ્ય કાર્યક્રમોનું અમલીકરણ યોગ્ય રીતે થાય છે કે નહી તેનું મુલ્યાનકન કરવામાં આવે છે. આરોગ્ય શાખા, કુ. કલ્યાણ શાખા, મેલેરીયા શાખા,ઓપ્થેલમીક,ટી.બી. ,એચ.આઈ.વી. તમામ પ્રોગ્રામ નું સંકલન કરી તમામ આરોગ્ય કાર્યક્રમોનું યોગ્ય રીતે અમલી કરણ કરવામાં આવે છે.