પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓમલેરીયા શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી


વાહકજનિત રોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ સાબરકાંઠા જિલ્લામાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા તાવના તમામ દર્દીને તાત્કાલીક સારવાર મળી રહે તે હેતુસર સરકારશ્રીના નિતિનિયમો મુજબ સારવાર આપી રોગમુકત કરવાની કામગીરી માટે જુદી જુદી રીતે સધન પ્રયત્નો હાથ ધરવામાં આવે છે.

  જનસમુદાયમાં તાવના તમામ કેસો શોધી તેમના લોહીના નમુના લઈતેનું પરિક્ષણ કરાવી તેમાં વાહકજન્ય રોગ જણાય તો તાત્કાલીક રેડિકલ સારવાર આપવી.
  મચ્છર ઉત્‍પત્તિ કેન્દ્રોથી મચ્છરોનો ઉપદ્રવ થાય છે જેનાથી રોગનો ફેલાવો થાય છે, જે ફેલાવો ન થાય તે માટે મચ્છર ઉત્પત્તિ કેન્દ્રોનો ગપ્પી ફીશ, કેરોસીન , બેકટીસાઈડ, બળેલું ઓઈલ તથા અબેટ થી એન્ટીલાર્વલ કામગીરી કરી તેનો નાશ કરવો.ય્ય્સોર્સ રીકકશન (નાના ખાડા ખાબોચીય કે જેમાં પાણી ભરાઈ રહે તે ) કામગીરી કરાવવી.
 

રોગનો ફેલાવો કરતા વાહક (મચ્છર) થી બચવા માટે ઉપયોગમાં લેવાતી મચ્છરદાનીને દવાયુકત કરવી જેથી વાહક (મચ્છર) નો નાશ કરી શકાય.

  ડેન્ગ્યુ કેસ સંદર્ભે ચેપી મચ્છરોનો નાશ કરવા માટે ફોગીંગ કામગીરી કરવી.
  સરકારશ્રીના નિયમોનુસાર જંતુનાશક દવા છંટકાવ હેઠળ આવતા ગામોમાં ગુણવત્તાસભર જંતુનાશક દવા છંટકાવ કામગીરી કરવી.
  તમામ કામગીરીનો મૂખ્ય આધાર જનસમુદાય પર હોઈ તેઓ જાતે જાગળત થાય તે અતિ આવશ્યક હોઈ જન સમુદાયમાં વાહકજનિત રોગનો ફેલાવો , તેનાથી બચવાના ઉપાયો અને જરૂરી સારવાર ની જાણકારી આપવી.
  પ્રાઈવેટ સેકટર ( દવાખાના અને લેબોરેટરી) સાથે સંકલન રાખી જિલ્લામાં તમામ સ્તરેથી તાવના કેસોનું સતત મોનેટરીંગ કરવું.
  સરકારશ્રીના અન્યખાતાઓ ( ફોરેસ્ટ,એસ.ટી.,સિંચાઈ,શિક્ષણ વગેરે) સાથે સંકલન સાંકળી જનજાગળતિ કેળવી કામગીરી વેગવંતી બનાવવી.
  જિલ્લાના સારવાર આપનાર તમામ પ્રા.આ.કેન્દ્રો મારફતે કરવામાં આવતી કામગીરીની આંકડાકીય માહિતી એકત્રિત કરી દરમાસે સરકારશ્રીમાં સાદર કરવી.
  સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ આપવામાં આવતી દવાઓ અને જનજાગળતિ કેળવવા માટે જરૂરી સાહિત્ય અને મટેરીયલ્સ મેળવી તમામ સ્તરે (જિલ્લા,તાલુકા,ફિલ્ડ) પહોંચાડવી.તથા તેનો યોગ્ય રીતે અમલીકરણ થાય તે જોવું.
  સરકારશ્રીનું વખતોવખતનું માર્ગદર્શન તમામ સ્તરે પહોંચાડી તેનો ફીડબેક સરકારશ્રીમાં સાદર કરવી.
      જિલ્લાના તમામ સ્ટાફની કેડરવાઈઝ માસિક મિટીંગમાં કામગીરીનું મૂલ્યાંકન કરી ક્ષતિઓનું નિવારણ કરવું. સરકારશ્રી ઘ્વારા નકકી કરેલ લક્ષ્યાંકો હાંસલ કરવા માટે જરૂરી આયોજન કરવામાં આવે છે. અને તેનું અમલીકરણ યોગ્ય રીતે થાય અને કામગીરીની ગુણવત્તા જળવાય તે માટે જરૂરી મૂલ્યાંકન અને માર્ગદર્શન કરવામાં આવે છે.આ માટે મિટીંગમાં જરૂરી તાલીમ અને માર્ગદર્શન પાઠવવામાં આવે છે તથા ફિલ્ડ મુલાકાત દરમ્યાન પણ વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમનું અમલીકરણ યોગ્ય રીતે થાય છે કે નહિં તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે.