પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓ પશુપાલન શાખા પ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

સાબરકાંઠા જિલ્લો ગુજરાત રાજ્યની ઉત્તરે અરવલ્લી ની ગીરીમાળાઓમાં રાજસ્થાન રાજ્યના સીમાડે આવેલ છે. આ જિલ્લાના ૮ તાલુકા પૈકી ૩ તાલુકા આદિજાતિ વિસ્તાર ધરાવે છે. ભૌગોલીક દ્રષ્ટીએ આ જિલ્લાના આદિજાતિ વિસ્તારની જમીન ડુંગરાળ અને પથરાળ છે. આ વિસ્તારનો વાર્ષિક સરેરાશ વરસાદ ૨૫-૩૦ ઇંચ છે. અને સિંચાઇની સુવિધાઓ ન્યુનતમ હોવાથી અવારનવાર દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે. અને ખેતી વ્યવસાય નિષ્ફળ નિવડે છે.
આ જિલ્લાનો ઔધોગીક વિકાસ પ્રમાણમાં ઓછો હોઇ સમગ્ર જિલ્લાનુ અર્થ તંત્ર પશુપાલન પર આધારીત છે. આમ જિલ્લામાં ગરીબી નિવારણ તથા આર્થિક ઉત્થાન માટે પશુપાલન અસરકારક વ્યવસાય બની રહે છે. આ જિલ્લો દુધ ઉત્પાદનમાં રાજ્યમાં મોખરાનુ સ્થાન ધરાવી પશુપાલકોના આર્થિક ઉત્થાનમાં ચાવીરૂપ ભુમિકા અદા કરી રહેલ છે.
આ જિલ્લામાં પશુપાલનની આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડવા જિ.પં હસ્તકની પશુસારવાર સંસ્થાઓ પૈકી ૨૩ પશુદવાખાના, ૪ ફરતા પશુદવાખાના, ૧ શાખા પશુદવાખાના , ૪ ફરતા પશુદવાખાના, તથા ૨૧ પ્રાથમીક પશુસારવાર કેન્દ્રો કાર્યરત છે. ઉક્ત સંસ્થાઓ ધ્વારા પશુઆરોગ્ય, રસીકરણ, ખસીકરણ, વિસ્તરણ ઝુમ્બેશ ,પશુસમ્વર્ધન શિક્ષણ શિબિર ,પશુસારવાર કેમ્પ, વ્યક્તિલક્ષી સહાયની યોજનાઓ, ,ઘાસચારા નિદર્શન તેમજ કૃત્રીમ બીજદાન વગેરેની કામગીરી ની સુવિધાઓ પશુપાલકો પુરી પાડવામાં આવે છે.
જિલ્લામાં રાજ્ય સરકારશ્રી તરફથી અમલમાં મુકેલ વિવિધ યોજનાઓ જેવી કે કૃષિમહોત્સવ, પશુઆરોગ્ય મેળા, સંકલ્પપત્ર પશુ ઉત્પાદકતા વૃધ્ધિ શિબિર, રવિ કૃષિ મહોત્સવ તેમજ ગતિશીલ ગુજરાતને સંલગ્ન યોજનાઓનો અમલ અસરકરક રીતે કરવામાં આવે છે.
અતિવૃષ્ટી, કુદરતી આફતો જેવી પરિસ્થિતિમાં શાખા ધ્વારા પશુપાલન તાંત્રીક ફીલ્ડ સ્ટાફને સતત માર્ગદર્શન પુરુ પાડવામાં આવે છે.