પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓસિંચાઈ શાખા પ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

પાણી એ અતિ આવશ્યક કુદરતી સ્ત્રોત છે. પાણી હવા પછીનું કુદરતી અમૃત છે. પાણી વિના જીવ માત્રના જીવનની સંભવના નહિવત છે. ખેતી તથા ખેતપેદાશ માટે પાણીની જરૂરિયાત વધારે રહે છે. જે માટે વાંઘા, કોતર તથા ભૌગોલિક પરિસ્થિતિએ ઘ્યાને લઈને વરસાદી પાણીના સદ્યઉપયોગ માટે નાની સિંચાઈ યોજના,તળાવ તથા ચેકડેમ જેવી નાની સિંચાઈ યોજના મારફતે પાણીનો સંગ્રહ કરવાની યોજનાઓ સિંચાઈ હસ્તક છે. સાબરકાંઠા જિલ્લો અક્ષાશ ર૩.૦૦ થી ર૪.૩૦ અને રેખાંશ ૭ર.૪પ થી ૭૩.૪પ વચ્ચે આવેલો છે. સાબરકાંઠા જિલ્લામાં સાબરમતી, વાત્રક, મેશ્વો, માઝુમ,હાથમતી, હરણાવ, ગુહાઈ,અને વૈડી જેવી ૮(આઠ) નોટીફાઈડ નદીઓ વહે છે. જેના ઉપર અલગ-અલગ ૮(આઠ)મેજર અને મીડીયમ સિંચાઈ યોજનાઓ રાજય સરકાર હસ્કતની છે.