પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓસિંચાઈ શાખા પુર નિયંત્રણના કામો

પુર નિયંત્રણના કામો

જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિના કારણે જિલ્લાના દરેક તાલુકામાં નાના/મોટા વાંઘાઓના કારણે કોતરો પડી ગયેલ છે. ચોમાસાની ઋતુમાં વાંઘાઓમાં પાણી આવતા ગામતળનું જમીનનું ધોવાણ થાય છે. જેનાથી ગામતળ તથા ઘરોને નુકશાન થાય છે. નુકશાન/ધોવાણ અટકાવવા ગ્રાન્ટની મર્યાદામાં પુર નિયંત્રણ યોજના બનાવવાની કામગીરી કરવામાં આવે છે. આ વિભાગ દ્રારા કુલ ૫૮૪ પુર નિયંત્રણ યોજનાઓ બનાવેલ છે. આ પુર નિયંત્રણ યોજનાની મરામત અને નિભાવણીની કામગીરી કરવામાં આવે છે.
સરકારશ્રી ગાઈડલાઈન મુજબ અત્રેના વિભાગ દ્વારા રૂ।.૫૦.૦૦ લાખ સુધીની મર્યાદામાં પુર નિયંત્રણ યોજનાની કામગીરી અત્રેની કચેરી દ્વારા હાથ ધરવામાં આવે છે. જ્યારે રૂ।.૫૦.૦૦ લાખ ઉપરની પુર નિયંત્રણ યોજનાના કામો (સ્ટેટ સિંચાઈ)હિંમતનગર સિંચાઈ યોજના વર્તુળ,હિંમતનગર દ્વારા હાથ ધરવામાં આવે છે.
સને ૨૦૧૫-૧૬ ના વર્ષમાં ૧૧ પુર નિયંત્રણ યોજનાઓ મંજુર થયેલ છે. જે અંદાજિત ખર્ચ રૂ।.૯૪.૫૧ લાખ ખર્ચ થનાર છે. પુર નિયંત્રણ યોજનાની કામગીરીથી સરકારી મિલ્કતો અને ખાનગી મકાનોના નુકશાન થતું અટકાવી શકાશે.
અ.નંવર્ષવરસાદનોંધ
૨૦૦૫૧૦૨૩.૭૭
૨૦૦૬ ૧૬૯૦.૩૮  
૨૦૦૭ ૧૩૧૫.૫૪  
૨૦૦૮ ૬૪૧.૧૫  
૨૦૦૯ ૬૬૧.૬૯  
૨૦૧૦ ૮૪૭.૨૩  
૨૦૧૧ ૯૭૬.૮૫  
૨૦૧૨ ૭૭૨.૩૮  
૨૦૧૩૧૧૨૫.૩૮  
૧૦ ૨૦૧૪૮૭૧.૫૦

ફલડ કંન્ટો્રલ સેલ

અત્રેના વિભાગ ઘ્વારા ભારે વરસાદ તથા કુદરતી પરિસ્થિતિને પહોચી વળવા સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે ફલડ કંન્ટ્રોલ સેલ ૧પ જુનથી થી ૧૫ ઓક્ટોમ્બર સુધી ર૪ કલાક માટે કાર્યરત હોય છે જેનો સંપર્ક નંબર : (૦ર૭૭ર-ર૪૬૬૬૯) છે. જેમાં ભારે વરસાદ તથા નુકશાની માટે સત્વરે પગલાં હાથ ધરી તે નુકશાની તથા જાનહાની ટાળી શકાય છે.