પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓસિંચાઈ શાખા શાખાની કામગીરી

શાખાની કામગીરી

સાબરકાંઠા જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ ઘ્વારા નાની સિંચાઈ યોજનાઓ,અનુશ્રવણ તળાવો,સેઈફ સ્ટેજ તળાવો, ચેકડેમો, ડીપ પરના ચેકડેમ,પુર નિયંત્રણ યોજનાઓ અને ફીડર જેવા વિવિધ લક્ષી નવિન વિકાસના કામોનું સર્વેક્ષણ,નકશા અંદાજ બનાવવા તથા બાંધકામની કામગીરી કરવામાં આવે છે.  નાની સિંચાઈ યોજના મારફતે કામગીરી.
હયાત નાની સિંચાઈ યોજનાઓનું વિગતવાર સર્વેક્ષણ, મરામતના નકશા અંદાજ બનાવવા તથા મરામત કરવાની કામગીરી.  
માન.સંસદસભ્યશ્રી / મા.ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી આયોજનની કામગીરી.
જિલ્લા પંચાયત સ્વભંડોળના ફંડના કામોની કામગીરી.  
રાષ્ટી્રય ગ્રામીણ રોજગારની ખાત્રી આપતી યોજના હેઠળ નાની સિંચાઈના કામોના નકશા અંદાજોને તાંત્રિક મંજુરીની કામગીરી.મત્સ્ય ઉદ્યોગના તળાવો નકશા અંદાજ બનાવવા તથા તાંત્રિક મંજુરીની કામગીરી  
અછત રાહત વખત સિંચાઈના કામોના નકશા અંદાજ બનાવવા તથા સિંચાઈની કામગીરી 
વનબંધુ યોજના હેઠળ તળાવોની તાંત્રિક મંજુરીની કામગીરી.  
કેન્દ્ર સરકાર પુરસ્કૃત ના.સિ.યોજનાની રીપેરીંગ,રીનોવેશન અને રીસ્ટોરેશનની કામગીરી.