પંચાયત વિભાગ
જોવાલાયક સ્‍થળો
મુખપૃષ્ઠતાલુકા વિષે જોવાલાયક સ્‍થળોચૌમુખ મહાદેવ હાથરોલ

ચૌમુખ મહાદેવ હાથરોલ

હિંમતનગરના ગાંભોઈથી દક્ષિણ દિશા તરફ જતાં હાથરોલ ગામ નજીક ઐતિહાસિક અને પુરાણું ચૌમુખ મહાદેવનું મંદિર આવેલુ છે.

આ મંદિર જાણકારોના કહેવા મુજબ લગભગ સંવત ૧૪ માં અથવા ૧પ માં સૈકામાં બંધાયુ છે. આ સ્‍થળે કુલ ૩ મંદિરો આવેલ છે. આ મંદિરમાં બિરાજતા શિવલીંગને ચાર દિશામાં ચાર મુખો કોતરાયેલા છે. એ ચાર મુખોના ઉપરના ભાગે ચાર મુખોના જટા મુકુટ ઉપર એક શિવલીંગ દેખાય છે. ચૌમુખા મંદિરને ચાર ઘ્‍વારે શાખ હોવાથી ઉતરની ઘ્‍વારા શાખે થી અગોર, પશ્‍વિમની ઘ્‍વારા શાખેથી સંઘ્‍યાજાત, દક્ષિણની ઘ્‍વાર શાખેથી વામદેવ અને પૂર્વના ઘ્‍વાર શાખેથી તત્‍પુરૂષ શિવમુખના દર્શન કરી શકાય છે.

ચૌમુખુ શિવલીંગ આખું છે. લીલી ડુંગર પુરી મરકત શીલામાંથી બનેલું છે. એક મંદિરની ચારે બાજુ બારણાવાળુ મંદિર ગુજરાતમાં ફકત આ જ છે. એમ મનાય છે. આ શૈલીના શિવલીંગ ચૌદમાંથી સત્‍તરમા સૈકા દરમીયાના કોતરાતા હતા. મંદિરની બાજુમાં પુરાણી ખાંભી અને ઉતર દિશાએ હાકીરાણીઓએ જે વાવમાં પડી જળ જૌહર કર્યા હતા તે ચંદ્રવંર્શિણી વાવ આવેલી છે.

ગામ લોકોના પ્રયત્‍નોથી મંદિરનું જીર્ણોધાર અને આધુનિક સગવડો ઉભી કરવામાં આવી છે. કુદરતી સૌદર્યેથી ભરપુર આ સ્‍થળ મનમોહક લાગે છે.