પંચાયત વિભાગ

પ્રમુખશ્રી ધર્મેન્દ્રભાઈ તરશીભાઈ પટેલ
પ્રમુખ
તાલુકા વિકાસ અધિકારીશ્રીશ્રી કે.કે.ચૌધરી
તાલુકા વિકાસ અધિકારીશ્રી
અવનવા સમાચાર
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગસાબરકાંઠા જીલ્લોઇડર તાલુકા પંચાયત

તાલુકા વિષે


ઇડર
ગ્રામ પંચાયત -
ગામડાઓ ૧૩૯
વસ્‍તી ર૦૬૯૯૧
પ્રખ્યાત ચીની યાત્રાળુ હયુ-એન-સંગે (ઈ.સ.૬૪૦)તેની નોધપોથીમાં વડાલીનો ઉલ્લેખ કર્યો છે જેને ચીની ભાષમાં ઓ.ચા.લી. કહે છે.આ જગ્યાને જનરલ કનીગહામ ઈડર તરીકે ઓળખવાનું વલણ ધરાવે છે. છેલ્લી સદી દરમિયાન મહારાજા જવાનસિહજી ઘ્વારા બંધાયેલા મકાનોમાં એક મુખ્ય સુંદર સ્વામીનારાણ મંદિર છે.  બીજુ વલ્લભાચાર્ય સંપ્રદાયનું મંદિર પણ છેલ્લી સદીનું બંધાવેલ છે.પર્વતની તળેટીમાં કિલ્લાની બાજુમાં તૂટી ગયેલ ખોખનાથ મહાદેવનુ મંદિર છે કે જે ત્રીસ ફુટ લાબુ અને વીસ ફુટ પહોળુ છે. જે લગભગ પાંચસો વર્ષ જૂનુ હોવાનુ મનાય છે. અહીયાં સોળમાં તીર્થકર શ્રી શાંતિનાથનુ સુરક્ષિત શ્વેતામ્બર જૈન મંદિર છે. મંદિરની બાજુમાં હંમેશા પાણીથી ભરાયેલ એક ઉંડુ જળાશય છે. ત્રીજા તાર્થકર શ્રી સંભવનાથનું દિગ્મબર જૈન મંદિર હોવાનુ મનાય છે. ઈડરમાં અગત્યના સ્થળોમાં પર્વત ઉપર થોડા વર્ષો અગાઉ બંધાયેલ અગત્યનું રાજચંન્દ્ર વિહાર છે. શહેરમાં આવેલ સ્વામી નારાયણનું સુંદર મંદિર એ મુલાકાતીઓ અને અનુયાયીઓ માટેના આર્કષણનુ કેન્દ્ર છે. શહેરની બહારની બાજુમાં રાણી તળાવ અને વડાલી તરફનો રસ્તો એ પણ જોવાલાયક છે. ધાર્મિક દ્રષ્ટિએ અગત્યના સ્થળોમાં શિવ મંદિરો ઉપરાંત સ્વમીનારાયણનું મંદિર, મહામંદિર અને લક્ષ્મીનારાયણનું મંદિર તેમજ આઠ જૈન મંદિરોઅને ચાર મસ્જીદો છે.