પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓબાંધકામ શાખાશાખાની કામગીરીઃ

શાખાની કામગીરી

૧પ ટકા વિવેકાધિન જોગવાઈ યોજના અને પ ટકા પ્રોત્સાહક જોગવાઈ
મા.ધારાસભ્યશ્રી ફંડ ઘ્વારા સુચવેલ આયોજન મંડળ ઘ્વારા મંજુર કરેલ કામો
મા.સંસદ સભ્યશ્રી ઘ્વારા સુચવેલ આયોજન મંડળ ઘ્વારા મંજુર કરેલ કામો
મા. રાજય સભાના સભ્યશ્રીઓ ઘ્વારા સુચવેલ આયોજન મંડળ ઘ્વારા મંજુર કરેલ કામો
૧રમું નાણા પંચ (ગ્રામ્ય,તાલુકા, જિલ્લા કક્ષા)
પંચાયત ઘર ત.ક.મંત્રી આવાસ યોજના
બક્ષીપંચ ખાસ પ્લાન યોજના
ઉપરોકત દર્શાવેલ યોજનાઓમાં મંજુર થઈ આવેલ વિકાસના કામોનુ ઠરાવ નકશા ગ્રામ્ય કક્ષાએથી મેળવી ઈજનેરી કર્મચારીઓશ્રી ઘ્વારા પ્લાન એસ્ટીમેન્ટો તૈયાર કરવામાં આવે છે. તૈયાર થયેલ પ્લાન એસ્ટીમેન્ટો તાંત્રીક મંજુરી માટે નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી પંચાયત પેટા વિભાગની કચેરીઓએ મોકલવામાં આવે છે. તાંત્રીક મંજુરી થઈ આવ્યેથી પ્લાન અંદાજો વહીવટી મંજુરી માટે જિલ્લા આયોજન મંડળ,સાબરકાંઠા,ખેડબ્રહ્માને વહીવટી મંજુરી માટે મોકલવામાં આવે છે.
જિલ્લા કક્ષાએથી વિવિધ શાખાઓમાંથી આવેલ વહીવટી મંજુરી ઓના અનુસંધાનમાં ગ્રામ પંચાયતને કરારનામા માટે કાગળો લખવામાં આવે છે. ગ્રામ પંચાયત ઘ્વારા કરારનામાના અનુસંધાનમાં રજુ કરેલ કાગળોના વિકાસના કામોનો વર્કઓર્ડર આપવામાં આવે છે. ઈજનેરી કર્મચારીઓ ઘ્વારા સદર કામો પ્લાન અંદાજો મુજબ કામગીરીની લાઈન દોરી આપી કામ કરાવવામાં આવે છે.
સદર પૂર્ણ થઈ ગયેલ કામોનું ઈજનેરી કર્મચારીઓ ઘ્વારા થયેલ કામના અનુસંધાને માપ લઈ બીલો બનાવવામાં આવે છે. જે બીલો નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી પંચાયત પેટા વિભાગની કચેરીઓ મોકલવામાં આવે છે. તથા મંજુર થઈ આવેલ બીલો હીસાબી શાખામાં રજુ કરવામાં આવે છે. અને ત્યાર બાદ હિસાબી શાખા બીલોનું ચુંકવણું કરે છે.