પંચાયત વિભાગ

તાલુકા વિકાસ અધિકારીઇ/ચા શ્રી ડી.બી.ચાવડા
તાલુકા વિકાસ અધિકારી
અવનવા સમાચાર
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગસાબરકાંઠા જીલ્લોવિજયનગર તાલુકા પંચાયત

તાલુકા વિષે


વિજયનગર
ગ્રામ પંચાયત -
ગામડાઓ ૮પ
વસ્‍તી ૯૦૭૬૯
વિજયનગર ગામેગામની મઘ્યમાં દિગમ્બર જૈનમંદિર આવેલ છે. ટેકરીઓ ઉપર અગાઉના રાજયકર્તાનો મહેલ છે.

તાલુકાના આંતરસુંબા ગામે,સ્થાનિક દંતકથામાંની પ્રખ્યાત પ્રેમ કહાણીના મુખ્ય પાત્રો સંદેવત સાવળીગાના નવમંદિરો છે.

તાલુકાના ખોખરા ગામે,મહારાણા પ્રતાપ અને મોગલો વચ્ચે અહી કયાંક યુઘ્ધ થયું હોવાનું કહેવાય છે.મહારાણા પ્રતાપ તેના કુટુંબ સહિત અહી આશ્રય લીધો હોવાનું કહેવાય છે.

તાલુકાના અભાપુર ગામે, ઈ.સ.૧,૧૦૦માં બંધાયેલ શરણેશ્વર મહાદેવનું મંદિર ગામની હદ ઉપર આવેલ છે.ઈ.સ. ૧ર૪૦માં અલાઉદીન ખીલજીના ભાઈ અલફખાને પાટણની ચઢાઈ વખતે તેનો નાશ કર્યો હતો.આની બાજુમાં આવેલ સૈર્ય મંદિર પણ ૧પમી સદીમાં બંધાયુ હોવાનુ કહેવાય છે.આ મંદિરની બાજુમાં એક શિવ મંદિર પણ આવેલુ છે. બન્ને મંદિરોની પુરાતત્વ ખાતા ઘ્વારા દેખભાળ રખાય છે. જૂના લાખેણાના ભગ્ન હાલતમાં જૈન મંદિરો આવેલા છે. આ તમામ મંદિરોમાં દિગમ્બર જૈન મંદિર મુખ્ય છે. જે ઈ.સ.૧પ૦૦માં બાંધવામાં આવ્યુ હતું તેમ મનાય છે. શરણેશ્વર મહાદેવના મંદિરથી નજીકના અંતરે પીરોની બે જુની દરગાહ છે. જે લોકો ઘ્વારા ધણી પ્રજાય છે. નદીના કિનારા પર રસ્તાની બાજુમાં એક જુની સમાધિ છે. આની પાસે સતી માતાનું મંદિર આવેલું છે.

વિજયનગર તાલુકો એ મુખ્યત્વે આદિજાતિની વસ્તી ધરાવતો તાલુકો છે.